ઈશ્વર પાસે દુષ્ટ આત્માઓ પર સામર્થ્ય છે
ચિત્રો | 31 |
હેતુ | શીખવવું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે દુષ્ટ આત્માઓ પર સામર્થ્ય છે. |
શિક્ષકની તૈયારી | આ પાઠ તૈયાર કરતી વખતે ઈશ્વરની સ્તુતિ કરો કે ઈસુએ શેતાન અને દુષ્ટતા પર વિજય મેળવ્યો છે, અને તેમનો આભાર માનો કે તમારે, તમારા વિદ્યાર્થીઓએ અને ખ્રિસ્તી વિશ્વાસીઓએ દુષ્ટ આત્માઓથી ડરવાની જરૂર નથી, કારણ કે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય અને અધિકારને આધીન છે. પછી લૂક 8:26-39 અને પાઠની યોજના વાંચો અને તેનો અભ્યાસ કરો. |
મુખપાઠ કલમ | 1 યોહાન 4:4 જે આત્મા તમારામાં છે તે જગતના લોકોમાં જે આત્મા છે તેના કરતાં વધુ સામર્થી છે. |
પાઠની યોજના
પ્રસ્તાવના
સન્ડે સ્કૂલ શરૂ થાય તે પહેલાં લગભગ 6 કે 8 મોટાં બાળકોને પૂછો કે શું તેઓ પાઠની શરૂઆતમાં તમને મદદ કરશે. તેમની સંખ્યા બેકી હોવી જોઈએ અને છોકરાઓને આ કદાચ વધુ ગમશે. પાઠની શરૂઆતમાં તમારા મદદગારોને સરખી સંખ્યાની બે ટીમમાં વહેંચીને રસ્સાખેંચ નામની રમત રમાડો. દરેક ટીમના આગેવાન તરીકે કોઈ શિક્ષક હોઈ શકે.
ટીમનો દરેક સભ્ય આગળની વ્યક્તિની કમરે પકડે છે. આગેવાનો એકબીજાના હાથ પકડે છે. બંને આગેવાનોની વચ્ચે જમીન પર નિશાન કરો. “ચાલુ” કહેતાં જ દરેક ટીમે બીજી ટીમને નિશાન પાર ખેંચવાનો પ્રયત્ન કરવો. ટીમના સભ્યોએ એકબીજાને છોડવા નહિ. આ રમત એક વાર રમો અને પછી બાળકોને પોતાની જગ્યાએ પાછાં મોકલો.
પાઠના મુખ્ય મુદ્દાઓ
1. તે રમત મજાની હતી, પણ ધારો કે તમારા મનમાં રસ્સાખેંચ ચાલતી હોય. તમે પાગલ થઈ જાઓ. એક દિવસ ઈસુ આવા એક માણસને મળ્યા. ચિત્ર 31 બતાવો। આ માણસ પોતાના હોશમાં નથી. તે કેવી રીતે જીવતો હતો અને તેને શું થયું હતું તેનું વર્ણન કરો. તેનું શરીર ઘણા દુષ્ટ આત્માઓથી વળગેલું હતું (તેમનું હતું), લૂક 8:27,29-30.
2. વર્ણન કરો કે એક દિવસ ઈસુ તેમને કેવી રીતે મળ્યા. દુષ્ટ આત્માઓ જાણતા હતા કે ઈસુ કોણ છે અને તેમના પર ઈસુનું સામર્થ્ય છે તે તેમણે ઓળખ્યું, લૂક 8:28.
3. ઈસુએ દુષ્ટ આત્માઓને માણસમાંથી નીકળી જવા આજ્ઞા કરી અને તેમને ભૂંડોમાં જવા દીધા. ઈસુ પાસે સર્વ દુષ્ટ આત્માઓ પર સામર્થ્ય છે. ટોળું (સૈન્ય) નામના માણસમાંથી અશુદ્ધ આત્માઓને નીકળવું પડ્યું, કારણ કે ઈસુ કોઈ પણ અશુદ્ધ આત્મા કરતાં ઘણા વધુ સામર્થી છે, લૂક 8:32-33. અશુદ્ધ આત્માઓ અથવા દુષ્ટ આત્માઓ ઈસુથી ડરે છે. ઈસુનું સામર્થ્ય દુષ્ટ આત્માઓ વિશેનો આપણો ડર દૂર કરી શકે છે.
4. ટોળું નામનો માણસ નવી વ્યક્તિ જેવો થઈ ગયો, લૂક 8:35. તેણે પૂછ્યું કે શું તે ઈસુ સાથે રહી શકે, પણ ઈસુએ તેને કરવા માટે નવું કામ આપ્યું, લૂક 8:39. તે બદલાયેલો માણસ હતો.
પુનરાવર્તન
પાઠનું ટૂંકું પુનરાવર્તન કરીને ભાર મૂકો કે પોતાના અધિકાર અને સામર્થ્યને કારણે ઈસુ એવા માણસને મદદ કરી શક્યા જેને બીજા માણસો દુષ્ટ, પાગલ, ખતરનાક અને બચાવી ન શકાય તેવો માનતા હતા. ઈશ્વર માટે કંઈ અઘરું નથી.
પાઠ પ્રત્યે આપણો પ્રતિભાવ
મુખપાઠની કલમ શીખવો
શીખવતી વખતે સમજાવો કે તેનો અર્થ એ છે કે ખ્રિસ્તીમાંનો ઈશ્વરનો પવિત્ર આત્મા જગતના કોઈ પણ આત્મા કરતાં વધુ સામર્થી છે. દુષ્ટ આત્માઓ આપણને નુકસાન કરી શકતા નથી, કારણ કે આપણે ઈસુની મદદ માગીએ ત્યારે તે આપણું રક્ષણ કરે છે.
Copyright © Global Recordings Network. Used by permission.
પાઠ - 25: ઈશ્વર પાસે દુષ્ટ આત્માઓ પર સામર્થ્ય છે
શાસ્ત્રવાંચન: લૂક 8:26-39
1. હું કોણ છું?
આમાંથી પસંદ કરો: ઈસુ, તે માણસ, ભૂંડના માલિકો
- મારી પાસે સર્વ દુષ્ટ આત્માઓ પર સામર્થ્ય છે. હું કોણ છું? __________ 👉 ઈસુ
- મને મદદ મળી અને હું નવો થયો. હું કોણ છું? __________ 👉 તે માણસ
- જે બન્યું તેનાથી અમને નવાઈ લાગી. અમે કોણ છીએ? __________ 👉 ભૂંડના માલિકો
2. સાચું કે ખોટું
સાચા માટે “સા” અથવા ખોટા માટે “ખો” લખો:
- દુષ્ટ આત્માઓ જાણતા હતા કે ઈસુ કોણ છે. ( ___ ) 👉 સા
- દુષ્ટ આત્માઓ ઈસુ કરતાં વધુ બળવાન છે. ( ___ ) 👉 ખો
- ઈસુએ તે માણસને કરવા માટે નવું કામ આપ્યું. ( ___ ) 👉 સા
3. ભરોસો કે ડર? (ભ/ડ)
ભરોસા માટે ભ અથવા ડર માટે ડ લખો:
- હું ઈસુ પાસે મદદ માગું છું. ( ___ ) 👉 ભ
- હું માનું છું કે ઈશ્વર માટે કંઈ અઘરું નથી. ( ___ ) 👉 ભ
- મને લાગે છે કે દુષ્ટ આત્માઓ ઈસુને હરાવી શકે. ( ___ ) 👉 ડ
4. ચર્ચાના પ્રશ્નો
- દુષ્ટ આત્માઓ તે માણસમાંથી કેમ નીકળી ગયા?
નમૂનારૂપ જવાબ: ઈસુ ઘણા વધુ સામર્થી છે.
- ઈસુએ તે માણસને શું કરવા કહ્યું?
નમૂનારૂપ જવાબ: ઘરે જઈને બીજાઓને ઈશ્વરે જે કર્યું તે કહો.
- જો આપણે ડરતા હોઈએ તો શું કરવું જોઈએ?
નમૂનારૂપ જવાબ: ઈસુ પાસે મદદ માગવી.
5. મુખપાઠ કલમ:
1 યોહાન 4:4 — “જે આત્મા તમારામાં છે તે જગતના લોકોમાં જે આત્મા છે તેના કરતાં વધુ સામર્થી છે.”
યશાયા 41:10 — “બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું.”
6. ચિત્રમાં રંગ પૂરો:
If the workbook does not display on your device, use the Download PDF button above.
હસ્તકલા 1: મજબૂત ઢાલ
સામગ્રી: કાર્ડ, વરખ, રંગીન પેન્સિલો
સૂચનાઓ:
- ઢાલના આકારમાં કાપો.
- વરખથી ઢાંકી દો.
- લખો: “ઈસુ વધુ બળવાન છે.”
પાઠનો મુદ્દો: ઈસુ આપણું રક્ષણ કરે છે.
હસ્તકલા 2: નવા માણસનું ચિત્ર
સામગ્રી: કાગળ, ક્રેયોન
સૂચનાઓ:
- શાંતિથી બેઠેલો માણસ દોરો.
- તેનાં કપડાંમાં તેજસ્વી રંગ પૂરો.
- લખો: “ઈસુ નવું બનાવે છે.”
પાઠનો મુદ્દો: ઈસુએ તે માણસને બદલ્યો.
રમત 1: શાંતિની રસ્સાખેંચ
રમવાની રીત:
- બે ટીમ ધીમેથી દોરડું ખેંચે.
- અટકીને કહો: “ઈસુ વધુ બળવાન છે!”
- બધા હર્ષનાદ કરે છે.
પાઠનો મુદ્દો: ઈસુનું સામર્થ્ય વધુ મોટું છે.
રમત 2: મોટેથી કહો
રમવાની રીત:
- 1 યોહાન 4:4 પહેલાં ધીમા અવાજે, પછી સામાન્ય અવાજે, પછી મોટેથી બોલો.
- અંતે તાળીઓ પાડો.
પાઠનો મુદ્દો: આપણે ઈશ્વરનું સામર્થ્ય યાદ રાખીએ છીએ.
